હોમ · માર્ગદર્શિકા · હિસાબ, GST અને રિપોર્ટ
હિસાબ, GST અને રિપોર્ટ

તમારી દુકાનના GST આંકડા મેળવો

વેચાણ પરનો આઉટપુટ ટેક્સ, ખરીદી પરની ઇનપુટ ક્રેડિટ, અને તમારા એકાઉન્ટન્ટ માગે તે ઇન્વોઇસ મુજબનો ડેટા.

પગલાં

  1. Reports & Compliance → GST Summary ખોલો. તે ચાલુ મહિને ખુલે છે.
  2. Monthly, Quarterly કે Yearly દબાવો, અને સમયગાળા પાસેના તીરથી પાછળ કે આગળ જાઓ.
  3. Output Tax (Collected on Sales) અને Input Tax Credit (Paid on Purchases) CGST, SGST અને IGST બતાવે છે; નીચેનું બોક્સ Net GST Payable, Net GST Refundable કે No GST Liability આપે છે.
  4. શું ફાઇલ કરવું અને શું ભરવું તે જાણવા એ જ પેજ પર Understanding this report & what to do next ખોલો.
  5. ઇન્વોઇસ મુજબની વિગત માટે Reports & Compliance → Sales GST અને Purchase GST ખોલો. From અને To મૂકો, Apply દબાવો, પછી Excel.
  6. Sales GST પર Only B2B (has GSTIN) ચાલુ કરો તો ફક્ત GSTIN વાળા ખરીદનાર રહે, પછી એકાઉન્ટન્ટ માટે ડાઉનલોડ કરો.

જાણવા જેવું

GST Summary તમારી ખાતાવહીમાંથી બને છે, જ્યારે Sales GST અને Purchase GST બિલ પરથી જ બને છે. ફાઇલ કરતાં પહેલાં બંનેનો મેળ મેળવો, એકલા પર ભરોસો ન રાખો.
GST ફક્ત તે બિલ પર આવે જેમાં Charge GST (this bill) ચાલુ હોય. બંધ હોય તો બિલ Bill of Supply બને અને ક્યાંય GST ન હોય — લાઇન રકમ, કુલ, ખાતાવહી કે GST આઉટપુટમાં નહીં. તે બિલ ફાઇનલ કે ચૂકવાય તે પહેલાં જ બદલી શકાય.
આ આંકડા તમારા ચોપડામાંથી આવે છે. GST પોર્ટલ પર ફાઇલ કરતાં પહેલાં તમારા એકાઉન્ટન્ટ સાથે તપાસો.

વપરાયેલા શબ્દો

શબ્દઅર્થ
CGST + SGSTતમારા રાજ્યમાં થયેલા વેચાણ પરનો ટેક્સ, અડધો અડધો વહેંચાયેલો.
IGSTબીજા રાજ્યમાં વેચાણ પરનો ટેક્સ.
Output Taxવેચાણ પર ખરીદનાર પાસેથી લીધેલો GST.
Input Tax Creditખરીદી પર તમે ભરેલો GST જે આઉટપુટ ટેક્સમાંથી બાદ થઈ શકે.
Net GST Payableઆઉટપુટ ટેક્સ ઇનપુટ ક્રેડિટ કરતાં વધુ — આ તમે ભરવાના છો.
Net GST Refundableઇનપુટ ક્રેડિટ આઉટપુટ ટેક્સ કરતાં વધુ — વધારાની રકમ આગળ ચાલે છે.
No GST Liabilityઆઉટપુટ ટેક્સ અને ઇનપુટ ક્રેડિટ સરખા છે.
HSN/SAC SummaryHSN કે SAC કોડ પ્રમાણે ટર્નઓવર, તમારા રિટર્નના HSN ટેબલ માટે.

GST Summary તમારી ખાતાવહી વાંચે છે, એટલે વેચાણ બિલ વગર બનેલી એન્ટ્રી પણ તેમાં આવે છે. પેજ પોતે કહે છે કે Output Tax ને Trial Balance ના GST Output ખાતા સાથે અને Input Credit ને GST Input ખાતા સાથે મેળવી જુઓ.

આ વિભાગમાં આગળતમારા સ્ટોક અને નફાના રિપોર્ટ જુઓ

આ વિભાગમાં વધુ

Saathi360 માં અજમાવો

30 દિવસ મફત ટ્રાયલ, બધી સુવિધાઓ, કાર્ડ નહીં.

મફત ટ્રાયલ શરૂ કરો ડેમો બુક કરો